Sangharsh Ma Gujarat (Gujarati Edition)

Sangharsh Ma Gujarat (Gujarati Edition)

by Narendra Modi

₹500.00 ₹410.00 18% OFF

Ships in 1 - 2 Days

Secure Payment Methods at Checkout

  • ISBN13: 9789355620170
  • Binding: Hardcover
  • Publisher: Prabhat Prakashan
  • Publisher Imprint: NA
  • Pages: NA
  • Language: Gujarati
  • Edition: NA
  • Item Weight: 500
  • BISAC Subject(s): Political Science
લોકતંત્રનું ગળું ઘોંટી દેવા તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. લોકતંત્રની રક્ષા અને કટોકટી સામેની લડતમાં ગુજરાત હંમેશાં મોખરે રહ્યું. આ સંઘર્ષના અગ્રેસર કાર્યશીલોમાંના એક શ્રી નરેન્દ્ર મોદીએ પોતે લોકશાહીની લડત અને તેના અંતિમ વિજયની ગાથા આ પુસ્તકમાં આલેખી છે.
કટોકટી કેવી રીતે આવી એ વિશે ઘણું લખાય છે, પરંતુ કટોકટી ગઈ કેવી રીતે એ વિશે ખાસ કંઈ જ લખાયું નથી. આ વિચારમાંથી જ આ પુસ્તકનો જન્મ થયો. કટોકટી પછી ચૂંટણીઓ આવી અને જનતા પક્ષ વિજયી થયો તે નર્યો ચમત્કાર માત્ર હતો? ચૂંટણીઓ દ્વારા થયેલ ક્રાંતિકારી પરિવર્તન એ અચાનક જ આવી મળેલી સફળતા છે એવો પણ એક મત પ્રચલિત થયો છે. પણ વાસ્તવમાં નિશ્ચિત પરિણામો પ્રાપ્ત કરવા ૨૦ માસ સુધી લગાતાર સુનિયોજિત સંઘર્ષ કરવો પડ્યો છે અને તે સંઘર્ષનાં કેટલાં-કેવાં વિવિધ સૂક્ષ્મ, જ્ઞાત-અજ્ઞાત ક્ષેત્રો હતાં તેની પણ એક ભવ્ય ગાથા છે. આઝાદીની પહેલી લડાઈ કરતાં લોકશાહીના રક્ષણ માટેની આ આ બીજી લડાઈનું મૂલ્ય આ રીતે જરાય ઓછું નથી. અને તેમાં ગુજરાત પણ પ્રારંભથી લડતું રહ્યું છે. તેની ગાથા આ પુસ્તકમાં છે
ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક કુશળ પ્રશાસક, દૂરદર્શી નેતા, સહ્દય કવિ-લેખક તરીકે સમગ્ર દેશમાં ખૂબ લોકપ્રિય છે. લાંબા સમય સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રહેવું એ એમની લોકપ્રિયતાનો સૌથી મોટો પુરાવો છે. પોતાના મુખ્યમંત્રી સમયના કાલખંડમાં તેમણે સર્વાંગીણ વિકાસ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પ્રારંભ કરી. ભારતના વડાપ્રધાન પદે બિરાજમાન થયા પછી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક લોકકલ્યાણકારી નીતિઓ, સર્વસમાવેશક દ્રષ્ટિ અને દ્રઢ નિર્ણય શક્તિના આધારે ભારત વર્ષના સર્વાંગીણ વિકાસમાં નવા કિર્તીમાન પ્રસ્થાપિત કર્યા. તેમના નેતૃત્વમાં ભારત આંતરિક અને બાહ્ય રીતે સુરક્ષિત છે. એક કરિશ્માઇ નેતા તરીકે વિશ્વમાં તેમનો પ્રભાવ અપ્રતિમ છે. પરિણામે ભારત પ્રત્યે વિશ્વનો જોવાનો દ્રષ્ટિકોણ સકારાત્મક બન્યો છે. ભારતના સાંસ્કૃતિક પુનર્જાગરણ અને નૂતન ભારતના નિર્માણના તેઓ શિલ્પકાર છે.
ગુજરાતી ઉપરાંત હિન્દી, પંજાબી, બંગાળી, મરાઠી, અંગ્રેજી ભાષાના જાણકાર શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અનેક મૌલિક પુસ્તકોનું સર્જન કર્યું છે.

Trusted for over 24 years

Family Owned Company

Secure Payment

All Major Credit Cards/Debit Cards/UPI & More Accepted

New & Authentic Products

India's Largest Distributor

Need Support?

Whatsapp Us

You May Also Like

Recently Viewed